ખેરગામના વાડ ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 296 રક્ત એકત્રિત થયું.

                                                 

ખેરગામના વાડ ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 296 રક્ત એકત્રિત થયું.

રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો વિતરણ કરાયા

ખેરગામ,ખેરગામ તાલુકાના વાડ ગામ ખાતે આવેલ રામજી ભૂતબાપાના મંદિરે આજે ગુરૂવાર ના રોજ ૨૩મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં પૂજા હવન કર્યા બાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન પાછલા ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.અને મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓ રક્તદાન પણ કરવા માટે  ઉમટી પડી હતી.જેમાં 296 જેટલી બોટલ એકત્રિત થઈ હતી.રક્તદાન કરનારા રક્તદાતાઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે બાઈક તેમજ સાયકલ જેવા ઈનામો રાખવામાં આવ્યા હતા.

જ્યારે તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે નાના પાણીના કુલરો પણ આપવામાં આવ્યા હતા.સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેનો પણ વાડ ગામના લોકોએ લાભ લીધો હતો આ પાટોત્સવને સફળ બનાવવા ગામના આગેવાન ચેતન પટેલ,દિનેશ પટેલ તેમજ અન્ય આગેવાનો અને યુવાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ ખેરગામ મામલતદાર દલપતભાઈ તેમજ ખેરગામના પીએસઆઈ ડી.આર.પઢેરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ લક્કી ડ્રોમાં રકતદાન કરનાર કુણાલ બી પટેલ આમધરાના યુવાનને બાઈક,સુશીલા ટી પટેલ સમરોલીને સાયકલ, રાકેશભાઈ આર પટેલ ઉંચાબેડાને સ્માર્ટફોન,દિલીપભાઈ એન આહીરને સાયકલ, જયંતીભાઈ ડી આહીરને સ્માર્ટફોન, ધર્મેશભાઈ ડી પટેલને સ્માર્ટફોનનું ઈનામ મળતા આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.



Post a Comment

0 Comments